I AM VIPUL CHAUDHARI ,BLOCK RESOURCE PERSON SOCIAL SCIENCE,BRC BHAVAN BHILODA

સુવિચાર :- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ? "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

દિન વિશેષ  


જાન્યુઆરી

ફેબ્રુઆરી
માર્ચ
15.            ગંગાસતી 15 માર્ચ
23.            ભગતસિંહ 23 માર્ચ
એપ્રિલ
22.            મુરલી ઠાકુર 22 એપ્રિલ




રાણી લક્ષ્મીબાઈ


જન્મ : ૧૯/૧૧/૧૮૩૫
બાળપણનું નામ : મનુબાઈ
હુલામણું નામ : છબીલી
માતાનું નામ : ભાગીરથીબાઈ
પિતાનું નામ : મોરોપંત તાંબે
મનુમાં રહેલા ગુણો : સુશીલ, ચતુર, ગુણવતી, સ્વરૂપવાન, તેજસ્વી, ચપળ, ચબરાક, સ્વાભિમાની, કુશાગ્ર બુદ્ધિ, નીડર, કોમળ, ઉદાર, દયાવાન, મહાલક્ષ્મીની ભકત…
માતાનું મૃત્યુ : મનુબાઈ ચાર વર્ષની હતી ત્યારે
તાલીમ : તલવારબાજી, ઘોડેસવારી, નિશાનેબાજી-તીર અને બંદૂકથી નિશાન તાકવું
બ્રાહ્મણે ભવિષ્ય ભાખ્યું : એક દિવસ બિઠુરમાં ઝાંસીનો એક બ્રાહ્મણ તાત્યા દીક્ષિત આવી પહોંચ્યો. તેણે મનુને જોઈ. તેનું સૌંદર્ય કુશાગ્રતા અને ચપળતાએ તેને વિચાર કરતો કર્યો. તેની જન્મપત્રિકા પણ તેણે જોઈ ને ભવિષ્ય ભાખ્યું કે તે કોઈક જગ્યાએ રાણી થશે.
લગ્ન : મનુના લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ સાથે થયાં ત્યારે ગંગાધરરાવની ઉંમર ૪૦ વર્ષની હતી અને મનુની ઉંમર ફકત ૧૩-૧૪ વર્ષની હતી. આ નાનકડી કિશોરી સન ૧૮૪૨માં ઝાંસીના રાજા ગંગાધરરાવની પત્ની બની. સામાન્ય બ્રાહ્મણની પુત્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બની.
પતિનું નામ : ગંગાધરરાવ
પુત્રનો જન્મ : ઈ.સ. ૧૮૫૧માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો.
પુત્રનું મૃત્યુ : ફકત ત્રણ માસનું આયુષ્ય ભોગવી લક્ષ્મીબાઈનું બાળક અવસાન પામ્યું.
દત્તક પુત્ર : સન ૧૮૫૩માં ગંગાધરરાવ અને લક્ષ્મીબાઈએ આનંદરાવ નામનો તેમની જ્ઞાતિનો એક બાળક દત્તક લીધો.
દત્તકવિધિ : ધાર્મિકવિધિ પ્રમાણે આનંદરાવનો દત્તકવિધિ થયો અને તેનું નામ દામોદરરાવ રાખવામાં આવ્યું.
પતિનું મૃત્યુ : સન ૧૮૫૩માં ગંગાધરરાવનું અવસાન થયું. માત્ર ૧૮ વર્ષની અનુભવહીન લક્ષ્મીબાઈ વિધવા થઈ.
રાણી લક્ષ્મીબાઈએ વારસ માટે કરેલ અરજીનો ડેલહાઉસીએ આપેલ જવાબ : સન ૧૮૫૩માં એક દિવસ ડેલહાઉસીનો હુકમ આવ્યો. કંપની સરકાર સ્વ.ગંગાધરરાવના વારસ તરીકે દામોદરરાવને દત્તક લેવાનો કોઈ અધિકાર આપી શકતી નથી. તેથી ઝાંસીને બ્રિટિશ પ્રાંતમાં જોડી દેવાનો નિર્ણય થઈ ચૂકયો છે. રાણીએ કિલ્લો છોડી દેવો અને શહેરના મહેલમાં જઈને વસવાટ કરવો. માસિક રૂ. ૫૦૦૦નું પેન્શન તેને આપવામાં આવશે આ હુકમનામું વંચાયું ત્યારે રાણી અવાક થઈ ગઈ.
રાણીનો વળતો જવાબ : હું મારી ઝાંસી કદાપિ નહિ સોંપું.
રાણીની દિનચર્યા : રાણી સવારે પાંચ વાગે ઊઠતી, અત્તરના સુગંધિત પાણીથી નહાતી, ચંદેરીની શ્વેત સાડીમાં તૈયાર થઈ પ્રાર્થના કરતી, પછી તેના સરદારો અને દરબારીઓ તેને સલામ ભરવા આવતા, રાણીની યાદશકિત એટલી તીવ્ર હતી કે ૭૫૦ સરદારોમાંથી જો એકાદ ગેરહાજર હોય તો તેની બીજે જ દિવસે પૂછપરછ થતી, રાણી ભોજન લેતી, થોડો સમય આરામ કરતી, આરામ કર્યા પછી તે રામનામનો જાપ કરતી, સાંજે તે કસરત કરતી, પછી ધાર્મિક પુસ્તકોનું વાંચન કરતી અને ઈષ્ટદેવની પ્રાર્થના કરતી, રાત્રી ભોજન કરતી આ બધી જ દિનચર્યા વ્યવસ્થિત અને કડક નિયમમાં થતી.
ઘોડાની પસંદગી : કાઠિયાવાડી સફેદ ઘોડા
કેશમુંડન અને ભીષ્મપ્રતિજ્ઞા : મહારાષ્ટ્રમાં વિધવા સ્ત્રીઓ કેશમુંડન કરાવતી. રાણીએ કાશી જઈ કેશમુંડન  કરાવવાનો વિચાર કર્યો. આ પ્રવાસ માટે અંગ્રેજ સરકારની મંજૂરી મેળવવાની હતી, તે તેને ન મળી ત્યારે રાણીએ ભીષ્મપ્રતિજ્ઞા કરી કે જયારે હિન્દુસ્તાનને સ્વરાજય મળશે ત્યારે જ હું કેશમુંડન કરાવીશ, નહિ તો સ્મશાનમાં અગ્નિદેવ મુંડન કરશે.
રાણીનો ઘોડેસવારી સમયનો પોષાક : રાણી જયારે ઘોડેસવારી કરતી ત્યારે પુરુષનો પોષાક પહેરતી. તે માથા પર લોખંડમો ટોપ પહેરતી. તેના પર હવામાં એક છેડો ફરફરતો રહે તેવો ફેટો પહેરતી. ઢાલ પણ પહેરતી. તે પાયજામો પહેરતી. ઢાલની ઉપર અંગરખું અને તેના પર કમરપટો બાંધતી. બંને બગલમાં તે પિસ્તોલ અને કટાર રાખતી. અને કમરપટાના બંને બાજુ તલવારો રાખતી.
ઝાંસીમાંજ બળવો : ઝાંસીનું રાજય એક અબળા સ્ત્રીના હાથમાં છે એમ માની રાજયના એક ભાગમાંથી સદાશિવરાવે બળવો કર્યો. રાણીએ તરતજ ત્યાં પહોંચી જઈ બળવાખોરને દાબી દીધો.
જનરલ રોઝના લશ્કરે યુદ્ધ જાહેર કર્યું : જનરલ રોઝ લશ્કરની એક ટુકડી લઈ ઝાંસી આવી પહોંચ્યો. તેણે રાણીને નિ:શસ્ત્ર પોતાની સહેલીઓ સાથે મળવા બોલાવી. પરંતુ મહારાણી લક્ષ્મીબાઈએ તેનો અસ્વીકાર કર્યો. અને પ્રત્યુત્તર પાઠવ્યો કે તે પોતાના લશ્કરની સાથે જ મળી શકશે. આથી ૧૮૫૭ની ૨૩મી માર્ચે જનરલ રોઝના લશ્કરે યુદ્ધ જાહેર કર્યું.
રાણીએ જાતે ઉપાડયા શસ્ત્રો : જયારે રાણીને લાગ્યું કે પરિસ્થિતિ કાબુ બહાર ગઈ છે પોતાના ૪૦૦૦ સૈનિકોમાંથી ૪૦૦ જેટલાં જ બચી શકયા છે. ત્યારે રાણીએ પોતાના દરબારીઓને બોલાવી પરિસ્થિતિથી વાકેફ કર્યા. અને કહ્યું – હવે કિલ્લો પણ મજબૂત રહ્યો નથી તેથી આપણે આ સ્થળ છોડી દેવું જોઈએ. સૌએ કબૂલ્યું. રાણી પોતાના યોદ્ધાઓ સાથે ઝાંસી છોડી દુશ્મનની છાવણી પાસેથી ચાલી નીકળી. ત્યારે વોકર નામના એક અંગ્રેજ અમલદારે તેને ઓળખી લીધી અને તેનો પીછો કર્યો. લડાઈમાં તે ઘવાયો અને તેણે પીછેહઠ કરી. રાણીનો ઘોડો મરાયો પણ રાણી જરા પણ નિરાશ ન થઈ. ત્યાંથી તે કાલ્પી પહોંચી. તાત્યાટોપે અને રાવસાહેબને મળી. રાણીનું લશ્કર ઘણું નાનું હોવા છતાં સરદારોની તથા રાણીની હિંમત અને યુદ્ધનીતિથી અંગ્રેજોને હાર મળી. રાણીની કુશળતાએજ એક દિવસ માટે પણ અંગ્રેજોને હાર ખવડાવી.
અંગ્રેજ લશ્કરે રાણીને ઘેરી : બે દાંતની વચ્ચે લગામને દબાવી રાણીએ બંને હાથે તલવારો વીંઝવા માંડી. થોડા પઠાણ સરદારો, રઘુનાથસિંહ, રામચંદ્રરાવ દેશમુખ વગેરે રાણી લક્ષ્મીબાઈની સાથે જ હતા. અંગ્રેજ લશ્કરે તેમને ઘેરી લીધા. લોહીની નદીઓ વહેવા માંડી, આકાશ રકતરંગી બન્યું. એક અંગ્રેજ સૈનિક રાણીની નજીક આવ્યો. અને તેની છાતીમાં તલવાર ભોંકી. રાણીએ સામો પ્રતિકાર કર્યો. અને તે સૈનિકને મારી નાખ્યો. રાણીના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. પરંતુ અત્યારે આરામ કરવાનો સમય ન હતો.
અંગ્રેજ લશ્કરે કર્યો પીછો : રાણી સ્વર્ણરેખાની નહેર ઓળંગવાની તૈયારીમાં હતી ત્યારે એક અંગ્રેજ સૈનિકે તેની જમણી જાંઘમાં ગોળી મારી. ડાબા હાથનો ઝાટકો મારી રાણીએ તે સૈનિકનો પણ અંત આણી દીધો. બીજો અંગ્રેજ સૈનિક તેની પાછળ પડયો હતો. તેને રાણીના જમણા ગાલને ચીરી નાખ્યો. રાણીની આંખનો ડોળો ભરડાઈ ગયો. રાણી આટલી બધી ઘવાઈ હોવા છતાં પોતાના ડાબા હાથથી તલવાર વડે તેણે તે સૈનિકનો હાથ કાપી નાખ્યો.
ઘવાયેલ રાણીને બાબા ગંગાદાસને ઘેર લઈ જવાઈ : લોહીથી નીતરતી રાણીને ઘોેડા પરથી ઉતારવામાં રઘુનાથસિંહ અને રામચંદ્રરાવે મદદ કરી. રામચંદ્રરાવે રડતાં બાળક દામોદરરાવને પોતાના ઘોડા પર લીધો. રાણીને પોતાના ખોળામાં લીધી. અને બાબા ગંગાદાસના ઘર તરફ ઝડપથી પ્રયાણ કર્યું. રઘુનાથ અને ગુલમહંમદ તેઓને અનુસર્યાં. અંધકારમાં પણ બાબા ગંગાદાસે રાણીનો લોહી નીતરતો ચહેરો ઓળખી કાઢયો. તેમણે તેના મુખને પાણીથી ધોયું. તેના મુખમાં પવિત્ર ગંગાજળ મુકયું. રાણીને થોડી શાંતિ થઈ. અને ધ્રુજતા અવાજે રાણીએ હોઠ ફફડાવ્યા : હરહર મહાદેવ ને પછી તે બેભાન બની ગઈ.
રાણીના મૃત્યુસમયના અંતિમ શબ્દો : વાસુદેવ હું વંદન કરું છું. આ છેલ્લા શબ્દો સાથે ઝાંસીનું ભાવિ અસ્ત પામી ગયું.
કેટલા વર્ષનું આયુષ્ય : ૨૨ વર્ષના અલ્પાયુષ્યમાં રાણી લક્ષ્મીબાઈ અંધકારભરી રાત્રીમાં વીજળીના જેવો તેજલિસોટો પાથરી અદ્રશ્ય થઈ ગઈ.
જનરલ રોઝની રાણીને અંજલિ : બળવાખોરોમાં સૌથી વધુ બહાદુર અને મહાન સરદાર રાણી જ હતી.
યાદ રાખો : રાણી સ્વરાજય માટે લડી, સ્વરાજય માટે મરી અને સ્વરાજયના પાયામાં પથ્થર બની.
સંકલન : ભરત ચૌહાણ


રામકૃષ્ણ પરમહંસ

જન્મ : ૧૮/૦૨/૧૮૩૬
જન્મસ્થળ : કામારપુકુર
મૂળનામ : ગદાધર
રાશિ પ્રમાણે નામ : શંભુચંદ્ર
માતાનું નામ : ચંદ્રમણિ
પિતાનું નામ : ખુદીરામ
પિતાજીનું ગામ : બંગાળના હુગલી જિલ્લાનું દેરેગામ
દાદાનું નામ : માણિકરામ
ભાઈઓના નામ : રામકુમાર, રામેશ્વર
બહેનોના નામ : કાત્યાયની, સર્વમંગલા
સ્વભાવ : ચંચળ, હસમુખા, સ્ત્રી સહજ કોમળતા, માધુર્યના ગુણો સ્વભાવમાં હતા.
અન્નપ્રાશન સંસ્કાર : ગદાધર છ માસનો થયો ત્યારે આ પ્રસંગ આવ્યો. મોટો સમારોહ કરી બ્રાહ્મણોને જમાડવાનું ગરીબ ખુદીરામનું ગજું ન હતું પરંતુ ભગવાનની કૃપાથી આ પ્રસંગ ધામધુમપૂર્વક પાર પડયો.
વિદ્યારંભવિધિ : ગદાધર ચાર વર્ષ પૂરાં કરી પાંચમા વર્ષમાં પ્રવેશ્યા ત્યારે ખુદીરામે શાસ્ત્રવિધિ પ્રમાણે તેનો વિદ્યારંભવિધિ કર્યો. અને તેને નિશાળે મૂકયો.
શોખ : ગીત, સંગીત, પાત્રોના અભિનય, કથા સાંભળવી, રામલીલા જોવી.
પિતાજીનું મૃત્યુ : ગદાધરની સાત વર્ષની વયે પિતા ખુદીરામનું અવસાન થયું.
જનોઈ સંસ્કાર : ગદાધર દસ વર્ષનો થયો એટલે તેનો જનોઈ સંસ્કાર કરવામાં આવ્યો. સને ૧૮૪૫માં આ સમારંભ થયો અને તેને ગાયત્રીમંત્રની દીક્ષા આપવામાં આવી.
નોકરી : દક્ષિણેશ્વરમાં કાલીમંદિરમાં દેવીને અલંકાર પહેરાવવા.
શકિતમંત્રની દીક્ષા : પ્રખ્યાત તાંત્રિક કેનારામ ભટ્ટાચાર્ય પાસે રામકુમારે ગદાધરને શકિતમંત્રની દીક્ષા લેવડાવી.
સાધનાનું સ્થળ : દક્ષિણેશ્વરમાં મંદિરની ઉત્તરે આવેલો ભાગ પંચવટીના નામે ઓળખાતો. એ પંચવટીની ચારેબાજુ જંગલ હતું ગીચ ઝાડી હોવાથી દિવસે પણ ત્યાં અંધારું રહેતું. ભૂતપ્રેતનો ત્યાં વાસ છે એવી લોકવાયકાને કારણે દિવસે પણ ત્યાં જવાની કોઈ હિંમત કરતું નહીં. ગદાધરે આ પંચવટીને પોતાની સાધના માટે પસંદ કરી. આંબલીના વિશાળ વૃક્ષ નીચે તે બપોરે તથા રાતે ધ્યાન કરતા.
લગ્ન : ૧૮૫૯માં ગદાધર ત્રેવીસ વર્ષના થઈ ચૂકયા હતા. એમને સાંસારિક બાબતોમાં રસ લેતા કરવા માટે ચંદ્રમણિએ ગદાધરને પરણાવી દેવાનું નક્કી કર્યું. પોતાનાથી અઢાર વર્ષ નાની પાંચ વર્ષની શારદા સાથે ગદાધરનાં લગ્ન થયાં.
પત્નિનું નામ : શારદામણિ
સાધનાનો નવો તબક્કો : સને ૧૮૬૧માં દક્ષિણેશ્વરમાં યોગેશ્વરી નામક સંન્યાસિની (જે ભૈરવી બ્રાહ્મણીના નામથી ઓળખાતી હતી) ના આગમન સાથે ગદાધરની સાધનાનો નવો તબક્કો શરૂ થયો. ગદાધરની તાંત્રિક સાધનાઓની વિશેષતા એ હતી કે તેઓ લગભગ બધી તાંત્રિક કિયાઓ ત્રણ ત્રણ દિવસમાંજ પૂર્ણ કરી દેતા હતા.
સંન્યસ્ત દીક્ષા : સને ૧૮૬૪ના અંતભાગમાં એક દિવસ દક્ષિણેશ્વરમાં એક દીર્ઘકાય જટાધારી દિગમ્બર સંન્યાસી આવી પહોંચ્યા. એમનું નામ હતું પરમહંસ પરિવ્રાજકાચાર્ય સ્વામી તોતાપુરી. તોતાપુરીએ ગદાધરને કહ્યું હું તને વેદાંતનું જ્ઞાન આપીશ અને સાધનાના સર્વોચ્ચ શિખરે પહોંચાડીશ. ગદાધરે જવાબ આપ્યો મારે માને પૂછવું પડે. તેમને માને પૂછયું. માએ રજા આપી. આ જાણી તોતાપુરી પ્રસન્ન થયા. તોતાપુરીએ કહ્યું અદ્વૈત વેદાંતનો અભ્યાસ અને શાસ્ત્રવિહિત સાધના શરૂ કરતાં પૂર્વે વિધિવત સંન્યસ્ત દીક્ષા લેવી પડે. પોતાની વૃદ્ધમાતાને દુ:ખ ન થાય તે માટે ગદાધરે ગુપ્તપણે દીક્ષા લેવાની તૈયારી બતાવી. રાત્રિના અંતિમ પ્રહરે ગુરુ-શિષ્ય પંચવટીના ધ્યાનખંડમાં પ્રવેશ્યા. શિખા અને યજ્ઞોપવીતનું વિધિપૂર્વક વિસર્જન કર્યા પછી સંન્યાસી જીવનનાં પ્રતીક સમાં કૌપીન અને ભગવુંવસ્ત્ર ગદાધરે આનંદપૂર્વક અંગીકાર કર્યા. ત્યારબાદ તોતાપુરીએ ગદાધરને નવું નામ આપ્યું. તારું નામ શ્રીરામકૃષ્ણ અને પદવી પરમહંસ.
વિવિધ ધર્મની સાધના : સને ૧૮૬૬ના અંતભાગમાં ગોવિંદરામ નામક એક અરબી ફારસીના પંડિતની મદદથી રામકૃષ્ણે ઈસ્લામ ધર્મની સાધના કરી પયગંબરના દર્શન કર્યાં. નવેમ્બર ૧૮૭૪માં શંભુચરણ રામકૃષ્ણને બાઈબલ વાંચી સંભળાવતા. ધીમે ધીમે તેમને ઈસુ ખ્રિસ્તના ચરિત્રનો તથા ખ્રિસ્તી ધર્મનો પરિચય થવા લાગ્યો. થોડા દિવસ પછી રામકૃષ્ણને ઈસુએ દર્શન આપ્યાં, આલિંગન આપ્યું અને એમનામાં સમાઈ ગયા.
સાધનાયજ્ઞની પૂર્ણાહુતિ : સને ૧૮૭૪ના અંત સુધીમાં રામકૃષ્ણએ પોતાના સાધનાયજ્ઞની પૂર્ણાહુતિ કરી અને એમને જ્ઞાનવૃક્ષનાં ત્રણ સુંદર ફળ કરુણા, ભકિત અને ત્યાગ પ્રાપ્ત થયાં.
શિષ્યવૃંદ : કેશવચંદ્ર સેન, રામચંદ્ર દત્ત, મનમોહન મિત્ર, રામચંદ્ર દત્તનો નોકર લાટુ, રામાલચંદ્ર ઘોષ, ગોપાલચંદ્ર ઘોષ, નરેન્દ્રનાથ દત્ત (વિવેકાનંદ), મહેન્દ્રનાથ ગુપ્ત, યોગીન્દ્રનાથ ચૌધરી, ડેપ્યુટી મેજિસ્ટ્રેટ અશ્વરચંદ્ર સેન, શશીભૂષણ, શરદચંદ્ર ચકવર્તી, હરિનાથ ચટ્ટોપાધ્યાય, હરિપ્રસન્ન ચટ્ટોપાધ્યાય, ગંગાધર ઘટક, ગિરીશચંદ્ર ઘોષ, કાલીપ્રસાદચંદ્ર, સુબોધ ઘોષ, પૂર્ણચંદ્ર ઘોષ…
નિર્વિકલ્પ સમાધિ (મૃત્યુ) : ૧૬મી ઓગસ્ટ ૧૮૮૬ ને સોમવાર વહેલી પરોઢ
ગાંધીજીના મતે રામકૃષ્ણ : રામકૃષ્ણના જીવનની કથા એ આચરણમાં ઊતરેલા ધર્મની કથા છે. તેમનું ચરિત્ર આપણને ઈશ્વરનાં સાક્ષાત્ દર્શન કરવાને શકિતમાન બનાવે છે.
એક પ્રસંગ : એક દિવસ ગદાધર પોતાના વરંડામાં આંટા મારી રહ્યા હતા. મથુરબાબુ એ વખતે પોતાના ઓરડામાં બેસી કંઈ કામ કરતા હતા. એટલામાં અચાનક મથુરબાબુ પાગલની જેમ દોટ મૂકીને આવ્યા અને ગદાધરના ચરણોમાં પડી બાળકની જેમ રડવા લાગ્યા. થોડીવાર પછી પોતાના વર્તનનો ખુલાસો કરતાં તેમણે કહ્યું. તમે વરંડામાં આંટા મારતા હતા એ હું જોતો હતો. આજે તમારામાં મને અદ્ભુત દર્શન થયાં. તમે જયારે એકબાજુ જતા હતા ત્યારે મને જગદંબા સ્વરૂપે દેખાતા હતા અને બીજી બાજુ જતા હતા ત્યારે શિવ સ્વરૂપે દેખાતા હતા. ઘડીભર તો મને લાગ્યું કે મારો ષ્ટિભ્રમ હશે. પરંતુ મેં આંખો ચોળીને ફરી જોયું તો પ્રત્યેક વખતે મને એવું જ જોવા મળ્યું.
દક્ષિણેશ્વર મંદિરનું નિર્માણ : કલકત્તાના જાનબજાર નામક લત્તામાં રામચંદ્રદાસ નામના ધનાઢય જમીનદારની વિધવા રાણી રાસમણિ રહેતી હતી. સ્વપ્નમાં દેવીનો આદેશ થવાથી તેણે જમાઈ મથુરબાબુ સાથે મસલત કરી કલકત્તાથી ઉત્તરે છ કિલોમિટર દૂર ગંગાકિનારે નદીને પૂર્વકાંઠે દક્ષિણેશ્વરમાં સાઠ વીઘા જમીન સને ૧૮૪૧ની ૬ઠ્ઠી સપ્ટેમ્બરે ૬૦,૦૦૦ રૂપિયામાં ખરીદી અને તેના પર નવચૂડાથી શોભતું વિશાળ કાલીમંદિર, બાર શિવમંદિરો, રાધાકાન્તનું મંદિર, સભામંડપ વગેરે બંધાવ્યા. સને ૧૮૫૫ના મેની ૩૧મી તારીખે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ગદાધરના ભાઈ રામકુમારે આયુષ્યના અંત સુધી પૂજારીપદ નિભાવ્યું હતું.
સંકલન : ભરત ચૌહાણ



સ્વામી વિવેકાનંદ 

જન્મ : ૧૨/૦૧/૧૮૬૩ સંવત ૧૯૧૯ પોષવદ સાતમ, સોમવાર, મકરસંક્રાંતિના પવિત્ર પર્વે
જન્મસ્થળ : કોલકાતાના સિમુલિયા (સિમલા) પરગણામાં
માતાનું નામ : ભુવનેશ્વરીદેવી
પિતાનું નામ : વિશ્વનાથ દત્ત
પિતાનો વ્યવસાય : વકીલાત
મૂળનામ : નરેન્દ્રનાથ
લાડકું નામ : બિલે
બાળપણમાં નરેન્દ્રના તોફાનો :
- બહેનોને ચીઢવવી
- થાળી – વાટકા ફેંકવા
- પ્યાલા – રકાબી ફોડી નાખવા
- માતાના ઠપકાને ન ગણકારવો
- ઘરની સામગ્રીને બહાર ફેંકી દેવી
નરેન્દ્રને શાંત કરવાનો ઉપાય : માતા તેના માથા પર ઠંડાપાણીના થોડા ઘડાઓ ઠાલવી દેતાં અને શિવ શિવ બોલ્યે જતાં અને થોડીવારમાં નરેન્દ્ર એકદમ ડાહ્યોડમરો બની જતો.
ગમતી રમતો : દોડવું, કૂદવું, મુક્કાબાજી, લખોટા અને ગેડીદડે રમવું, ઝાડ ઉપર ચઢઊતર કરવી, રાજા – રાજાની રમત રમવી અને સૌથી પ્રિય રમત ધ્યાનમાં બેસવું.
સ્વભાવ : નરેન્દ્ર પ્રેમાળ, દયાળું અને ભલો હતો. હરહંમેશ બીજા લોકોને મદદ કરવી તે તેનો સ્વભાવ હતો.
અભ્યાસ : બી.એ. (પ્રેસિડેન્સી કોલેજ અને સ્કોટિશ ચર્ચ કોલેજ)
સંગીતની તાલીમ : ચાર – પાંચ વર્ષ સુધી અહમદખાન અને વેણીગુપ્ત નામના પ્રસિદ્ધ સંગીતકારો પાસેથી પદ્ધતિસરની સંગીતની તાલીમ મેળવી હતી.
નોકરી : નિમાઈચરણ બસુ નામના વકીલને ત્યાં મદદનીશ તરીકે, પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની શાળામાં શિક્ષક તરીકે
ભારતભ્રમણની વિશેષતા :
- કાશીમાં પંડિતો સાથે શાસ્ત્રાર્થ
- વૃંદાવન જતાં એક ચમારનો હોકો માગીને પીધો
- પંચમના ઘરનું પાણી પીધું
- મોચીના ઘરનું ભોજન માગીને ખાધું
- અલવરમાં મુસલમાન ભકતો મળ્યા તેમના ઘરે ભોજન કર્યું
જાદુઈ અસર : ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ ના દિવસે હોલ ઓફ કોલંબસ તરીકે ઓળખાતા વિશાળખંડમાં ભારે દબદબાપૂર્વક વિશ્વધર્મસંમેલનનો પ્રારંભ થયો. તેમાં ભાષણ કરવાનો વિવેકાનંદનો વારો આવ્યો. તેઓ સૌપ્રથમ બોલ્યા : અમેરિકાના ભાઈઓ અને બહેનો ! ઉપસ્થિત સૌ લોકોએ પ્રચંડ હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી સ્વામીજીને વધાવી લીધા.
વિદેશીઓને ઘેલું લગાડયું : માર્ગારેટ એલિઝાબેથ નોબલ (ભગિની નિવેદિતા) સ્વામી વિવેકાનંદના પ્રવચનો અને બુદ્ધિ પ્રતિભાથી આકર્ષાઈને તેમનાં શિષ્યા બન્યા.
સ્વામી વિવેકાનંદે લોકોને સંભળાવેલ રામકૃષ્ણ પરમહંસનો સંદેશો : મને મુક્તિ મળે, તેવી વાત કરવી તે પણ સ્વાર્થ છે. ભારતમાં જયાં સુધી એક પણ દુ:ખી – દરિદ્ર છે ત્યાં સુધી મારે મુક્તિ ન જોઈએ.
* સૂત્ર : જાગો, ઊઠો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડયા રહો
નિર્વિકલ્પ સમાધિ (મૃત્યુ) : ૦૪/૦૭/૧૯૦૨ રાત્રે ૯.૦૦ વાગ્યે
બાળકોએ અને મોટેરાઓએ યાદ રાખવા જેવો પ્રસંગ :
એકવાર વર્ગમાં શિક્ષક પાઠ ચલાવતા હતા. નરેન્દ્ર અને તેના સાથી વિદ્યાર્થી મિત્રો વાતો કરવામાં મશગૂલ હતા. અચાનક શિક્ષકે ચિડાઈને નરેન્દ્રને ચાલુ પાઠમાંથી પ્રશ્ન પૂછયો. બીજા બધા જ વિદ્યાર્થી મિત્રો તો ગભરાઈ જ ગયા. પરંતુ એ બધાના આશ્ચર્ય વચ્ચે નરેન્દ્રએ બધા જ સવાલોના સાચા જવાબો આપ્યા.
ચિડાયેલા શિક્ષકે પૂછયું : તો પછી વાતો કોણ કરતું હતું ? બધા જ વિદ્યાર્થીઓએ નરેન્દ્રનું નામ આપ્યું. બધા જ સવાલોના સાચા જવાબ આપનાર નરેન્દ્ર વાતો કરતો હતો તે વાત શિક્ષક કેવી રીતે માને ? તેમણે નરેન્દ્ર  સિવાય સૌને ઊભા રહેવાની સજા કરી. નરેન્દ્ર પણ ઊભો થઈ ગયો. શિક્ષકે કહ્યું તારે ઊભા રહેવાની જરૂર નથી. નરેન્દ્રએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો. સાહેબ વાતો કરનાર તો હું જ હતો. મારે તો ઊભા થવું જોઈએ ને !
આમ, બધા જ વિદ્યાર્થીઓ સાથે નરેન્દ્ર પણ વર્ગમાં ઊભો રહ્યો.
મહત્વની તવારીખ :
1863January 12Birth in Kolkata
1879
EntersPresidencyCollege
1880
Transfers to General Assembly Institution
1881NovemberFirst meeting with Sri Ramakrishna
1882-1886Association with Sri Ramakrishna
1884
Passes B. A. Examination


Father passes away
1885
Sri Ramakrishna’s last illness
1886August 16Sri Ramakrishna passes away

FallEstablishes Baranagar Math

December 24Informal vow of sannyasa at Antpur
1887JanuaryFormal vows of sannyasa at Baranagar Monastery
1890-1893Travels all overIndiaas itinerant monk
1892December 24At Kanyakumari,South India
1893February 13First public lecture, Secunderabad,South India

May 31Sails forAmericafrom Mumbai

July 25Lands atVancouver,Canada

July 30Arrives inChicago

AugustMeets Professor John Ft. Wright ofHarvardUniversity

September 11First address at Parliament of Religions, Chicago

September 27Final address at Parliament of Religions

November 20Begins mid-western lecture tour
1894April 14Begins lectures and classes on East Coast

May 16Speaks atHarvardUniversity

July-AugustAt GreenAcreReligious Conference

NovemberFounds Vedanta Society ofNew York
1895JanuaryBegins classes inNew York

June 4-18AtCamp Percy,New Hampshire

June-AugustAtThousandIslandParkonSt. Lawrence river,N.Y.

August-SeptemberInParis

October-NovemberLectures inLondon

December 6Sails forNew York
1896March 22-25Speaks atHarvardUniversity, offered Eastern Philosophy chair

April 15Returns toLondon

May-JulyGives classes inLondon

May 28Meets Max Muller inOxford

August-SeptemberIn theEuropefor six weeks

October-NovemberGives classes inLondon

December 30LeavesNaplesforIndia
1897January 15Arrives inColombo,Sri Lanka

February 6-15In Chennai

February 19Arrives in Kolkata

May 1Establishes Ramakrishna Mission Association, Kolkata

May-DecemberToursnorthwestIndia
1898JanuaryReturns to Kolkata

MayBeginsNorth Indiapilgrimage with Western devotees

August 2At Amarnath,Kashmir

December 9Consecrates Belur Math
1899March 19Establishes Advaita Ashrama at Mayavati

June 20LeavesIndiafor second visit to the West

July 31Arrives inLondon

August 28Arrives inNew York City

August-NovemberAt Ridgely Manor,New York

December 3Arrives inLos Angeles
1900February 22Arrives inSan Francisco

April 14Founds Vedanta Society inSan Francisco

JuneFinal classes inNew York City

July 26Leaves forEurope

August 3Arrives inParisfor International Exposition

September 7Speaks at Congress of History of Religions at Exposition

October 24Begins tour ofVienna,Constantinople,GreeceandCairo

November 26Leaves forIndia

December 9Arrives at Belur Math
1901JanuaryVisits Mayavati

March-MayPilgrimage in East Bengal andAssam
1902January-FebruaryVisits Bodh Gaya andVaranasi

MarchReturns to Belur Math

July 4Mahasamadhi

મહાપુરુષોના માતા-પિતાનું નામ અને જન્મસ્થળ




નામમાતાનું નામપિતાનું નામજન્મસ્થળ
મહારાણા પ્રતાપમહારાણી જીવંત બાઈમહારાણા ઉદયસિંહપાલી શહેર રાજસ્થાન
છત્રપતિ શિવાજીજીજાબાઈશાહજી ભોંસલેશિવનેરી કિલ્લો
રાણી લક્ષ્મીબાઈભાગીરથીબાઈમોરોપંત તાંબેવારાણસી
લોકમાન્ય ટિળકપાર્વતીબાઈગંગાધર ટિળકચિખલ ગાંવ
શ્યામજી કૃષ્ણવર્માગોમતીબાઈકરસનદાસમાંડવી
મેડમ કામાસોરાબજી પટેલમુંબઈ
સ્વામી વિવેકાનંદભુવનેશ્વરીદેવીવિશ્વનાથ દત્તસિમુલિયા
પંડિત સાતવળેકરલક્ષ્મીબાઈદામોદર પંતકોલ ગાંવ
ભગિની નિવેદિતામેરીસેમ્યુઅલ નોબલડનગાનોમ
ગાંધીજીપૂતળીબાઈકરમચંદ ગાંધીપોરબંદર
સરદારસિંહ રાણાફૂલજીબારવાભાઈકંથારિયા
મહર્ષિ અરવિંદસ્વર્ણલતાડો.કૃષ્ણધન ઘોષકલકત્તા
સરદાર પટેલલાડબાઈઝવેરભાઈનડિયાદ
બિરસા મુંડાકરમી મુંડાસુગના મુંડાઉન્નિહાતુ
વીર સાવરકરરાધાબાઈદામોદર પંતભગુર
ભાઈકાકાદ્યાભાઈસોજીત્રા
ડો.હેડગેવારરેવતીબાઈબલિરામનાગપુર
રાષ્ટ્રવીર છેલભાઈરંગબાજયકૃષ્ણ દવેવઢવાણ
ખુદીરામ બોઝલક્ષ્મીપ્રિયાત્રૈલોકનાથમોહબની ગામ
ડો.આંબેડકરભીમાબાઈરામજીઆંબડવા
સુભાષચંદ્ર બોઝપ્રભાવતીદેવીજાનકીનાથકોદાલીય ગામ
રામપ્રસાદ બિસ્મિલમુરલીધરશાહજહાનપુર
વીર ઉધમસિંહ (શીખપંથ અંગિકાર કર્યા પછી)નારાયણીદેવી (હરનામકૌર)ચૂહડરામ (ટહેલિસંહ)સુનામ
અશફાક ઉલ્લાખાનમજહુર નિશાબેગમશકીલ ઉલ્લાખાનશાહજહાનપુર
ડો.શ્યામાપ્રસાદ મુખર્જીયોગમાયાઆશુતોષ મુખર્જીકલકત્તા
લાલબહાદુર શાસ્ત્રીરામદુલારી દેવીશારદાપ્રસાદમોગલસરાઈ
ચંદ્રશેખર આઝાદજગરાનીદેવીબૈજનાથઅલીરાજપુર
શ્રી ગુરુજી (માધવરાવ)લક્ષ્મીદેવીસદાશિવરાવનાગપુર
ભગતસિંહવિદ્યાવતીકિશનસિંહબંગાગામ
બાબુ ગેનુકોંડાબાઈજ્ઞાનબા સઈદમહાળુંગે પડવળ
મદનલાલ ધીંગરાડોકટર દિત્તાઅમૃતસર
રામમનોહર લોહિયાહીરાલાલનબીરપુર
કેપ્ટન લક્ષ્મીકાંચનગોપાલન મેનનચેન્નાઈ
પંડિત દીનદયાલ ઉપાધ્યાયરામપ્યારીભગવતીપ્રસાદનગલા ચંદ્રભાણ


મહાપુરુષોની જન્મ અને મૃત્યુ તારીખ





નામ
જન્મમૃત્યુ
મહારાણા પ્રતાપ૦૯/૦૫/૧૫૪૦૨૯/૦૧/૧૫૯૭
છત્રપતિ શિવાજી૧૯/૦૨/૧૬૩૦૦૩/૦૪/૧૬૮૦
રાણી લક્ષ્મીબાઈ૧૯/૧૧/૧૮૩૫૧૮૫૭
લોકમાન્ય ટિળક૨૩/૦૭/૧૮૫૬૩૧/૦૭/૧૯૨૦
શ્યામજી કૃષ્ણવર્મા૩૦/૧૦/૧૮૫૭૩૧/૦૩/૧૯૩૧
મેડમ કામા૨૪/૦૯/૧૮૬૧૧૩/૦૮/૧૯૩૭
સ્વામી વિવેકાનંદ૧૨/૦૧/૧૮૬૩૦૪/૦૭/૧૯૦૨
પંડિત સાતવળેકર૧૯/૦૯/૧૮૬૭૩૧/૦૭/૧૯૬૮
ભગિની નિવેદિતા૨૮/૧૦/૧૮૬૭૧૩/૧૦/૧૯૧૧
ગાંધીજી૦૨/૧૦/૧૮૬૯૩૦/૦૧/૧૯૪૮
સરદારસિંહ રાણા૧૮૭૦૨૫/૦૫/૧૯૫૭
મહર્ષિ અરવિંદ૧૫/૦૮/૧૮૭૨૦૫/૧૨/૧૯૫૦
સરદાર પટેલ૩૧/૧૦/૧૮૭૫૧૫/૧૨/૧૯૫૦
બિરસા મુંડા૧૫/૧૧/૧૮૭૫૦૯/૦૬/૧૯૦૦
વીર સાવરકર૨૮/૦૫/૧૮૮૩૨૬/૦૨/૧૯૬૬
ભાઈકાકા૦૭/૦૬/૧૮૮૮૩૧/૦૩/૧૯૭૦
ડો.હેડગેવાર૦૧/૦૪/૧૮૮૯૨૧/૦૬/૧૯૪૦
રાષ્ટ્રવીર છેલભાઈ૧૬/૧૦/૧૮૮૯૧૯૫૬
ખુદીરામ બોઝ૦૩/૧૨/૧૮૮૯૧૯/૦૮/૧૯૦૮
ડો.આંબેડકર૧૪/૦૪/૧૮૯૧૦૬/૧૨/૧૯૫૬
સુભાષચંદ્ર બોઝ૨૩/૦૧/૧૮૯૭૧૮/૦૮/૧૯
રામપ્રસાદ બિસ્મિલ૧૧/૦૬/૧૮૯૭૦૯/૧૨/૧૯૨૭
વીર ઉધમસિંહ૨૬/૧૨/૧૮૯૯૩૧/૦૭/૧૯૪૦
અશફાક ઉલ્લાખાન૨૨/૧૦/૧૯૦૦૧૯/૧૨/૧૯૨૭
ડો.શ્યામાપ્રસાદ મુખર્જી૦૭/૦૭/૧૯૦૧૨૩/૦૬/૧૯૫૩
લાલબહાદુર શાસ્ત્રી૦૨/૧૦/૧૯૦૪૧૦/૦૧/૧૯૬૬
ચંદ્રશેખર આઝાદ૨૩/૦૭/૧૯૦૬૨૭/૦૨/૧૯૩૧
શ્રી ગુરુજી (માધવરાવ)૧૯/૦૨/૧૯૦૬૦૫/૦૬/૧૯૭૩
ભગતસિંહ૨૮/૦૯/૧૯૦૭૨૩/૦૩/૧૯૩૧
બાબુ ગેનુ૧૯૦૮૧૨/૧૨/૧૯૩૦
મદનલાલ ધીંગરા૧૮/૦૯/૧૮૮૩૧૭/૦૮/૧૯૦૯
રામમનોહર લોહિયા૦૩/૦૩/૧૯૧૦૧૨/૧૦/૧૯૬૭
કેપ્ટન લક્ષ્મી૧૦/૧૦/૧૯૧૨
પંડિત દીનદયાલ ઉપાધ્યાય૨૫/૦૯/૧૯૧૬૧૧/૦૨/૧૯૬૮


No comments: