I AM VIPUL CHAUDHARI ,BLOCK RESOURCE PERSON SOCIAL SCIENCE,BRC BHAVAN BHILODA

સુવિચાર :- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ? "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

મારા વિષે


આ બ્લોગને બનાવનાર 
  
 vipul chaudhari

 આ બ્લોગ બનાવવાનો એક માત્ર આશય - "આપ સૌને પ્રાથમિક શાળામાં કરી 
શકાય તેવા પ્રયોગો, ઉપયોગી માહિતી સરળતાથી મળી રહે તે છે. શિક્ષકો, આચાયૅ, સી.આર.સી.કો-ઓડિૅનેટર મિત્રો પણ આ વેબસાઇટની મુલાકાત લેતા હોય છે. આ કારણથી શિક્ષકોને ઉપયોગી થાય તેવી બાબતો ને સમાવવાનો પ્રયાસ કર્યો છે 
અનુભવ .....
રોજ સવારે સૂર્ય જેમ નવો પ્રકાશ લઇને આવે અને ઉજાસ પાથરે ... તેમ જીવનનો પ્રત્યેક દિવસ પણ આપણને રોજ જાત જાતના અને ભાત ભાતના અનુભવો કરાવે છે. જાતે થયેલા ઊપરાંત ... જોયેલા, જાણેલા અને સાંભળેલા અનુભવોની રજુઆત કરી છે.
માર્ગદર્શન ......
નોકરીના અંત સુધી શિક્ષકને  માર્ગદર્શન વગર ન ચાલે. મારુ માનવુ છે કે, માર્ગદર્શન મેળવવાની ઇચ્છા હોવી અનિવાર્ય છે. અહી તમે શિક્ષણની જૂદી જૂદી પરિસ્થિતિઓ અંગે માર્ગદર્શન મેળવશો.
પ્રેરણા .....
પ્રગતિ માટે આવશ્યક એવા વિચારો જ જન્મ આપે છે પ્રેરણાને. પરિશ્રમ કરવા પ્રોત્સાહિત કરવાની ક્ષમતા હોય છે ફક્ત પ્રેરણામાં. એટલે જ પ્રેરણા ક્યાંથી, ક્યારે, કેવી રીતે, મળી શકે તેની વાતો અહી કરીશું.
મંથન .....
વિચારોના આગમનની ઝડપનુ કોઇ માપ કાઢી શકાતુ નથી. વિચારોની શક્તિનો અંદાજ મનન કરીએ પછી જ મળે. જેમ દૂધમાંથી દહી - દહીમાંથી છાશ - અને છાશમાંથી માખણ નીકળી શકે તેમ જ વિચાર મંથન પછી જ જીવન બહેતર બનાવવા માટે જરુરી એવા વિકલ્પો વિકસાવી શકાય.
સ્વ સાથેનો સંવાદ અને અન્યો પાસેથી જાણવા મળેલી જીવનને બહેતર બનાવતી એ દિલની વાતો દિમાગથી કરી અને કરાવી છે - કે જે અંતરના ઉંડાણમાંથી વહીને મન અને આત્માને ભીંજવતી રહી છે.
આશા છે કે તમને ગમશે.

વિપુલ  આર  ચૌધરી 

No comments: